કામરેજના દિગસથી વડોદરા જતા નેશનલ એક્સપ્રેસ વે પરથી કંતાનના કોથળાઓની આડમાં વિદેશી દારૂની હેરફેરી સુરત ગ્રામ્ય એલસીબી ને હાથ લાગી  

કામરેજના દિગસથી વડોદરા જતા નેશનલ એક્સપ્રેસ વે પરથી કંતાનના કોથળાઓની આડમાં વિદેશી દારૂની હેરફેરી સુરત ગ્રામ્ય એલસીબી ને હાથ લાગી

પેટા…..

ગ્રામ્ય એલ.સી.બી એ ૫૯,૩૯,૯૦૨ લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લીધો: બે વોન્ટેડ

 

પોલીસ મહાનિરીક્ષક તેમજ પોલીસ અધિક્ષક, રાજેશ ગઢિયા દ્વારા સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુત્તિ પર ચાંપતી નજરરાખી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવીહતી

સુચનાને અનુસંધાને એલ.સી.બી, પી.આઇ,એન.જી.પાંચાણી તેમજ ઇન્ચાર્જ પી.આઇ, એલ ડી ઓડેદરાની સીધી સુચનાથી પી.એસ.આઈ,એ.એન.ચૌહાણ અને જે.કે.રાવ ના નિર્દેશ મુજબ એલ.સી.બી તથા પેરોલ ફર્લોોં સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ રોહિતભાઈ, દિપકભાઈ,વિક્રમ ભાઈ,હેમંતભાઈ, હરસુરભાઇ, રાજેશભાઈ અને મહેશભાઈ ની ટીમો જિલ્લામા પ્રોહી.જુગારના લીસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ સતત દેખરેખ રાખવાની દિશામાં તપાસ આદરી હતી

એલ.સી.બી તેમજ પેરોલ કર્લો સ્ક્વોડ ની કર્મચારીઓની ટીમ સુરત જીલ્લા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સંયુકત બાતમી મળી હતી કે “એક બંધ બોડીનો અશોક લેલેન્ડ ટક નં. GJ-36-T.9965 મા સંઘપ્રદેશ સેલવાસ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ખારેલ નવસારી નેશનલ એક્સપ્રેસ ૪ પરથી વડોદરા તરફ જઇરહ્યો હોવાની બાતમી આધારે એલ.સી.બી પેરોલ ફર્લો સ્ટાફના માણસો દ્વારા કામરેજના દિગસ ગામે એક્સપ્રેસ વે પર બાતમી મુજબની ટ્રકને અટકાવી ચેક કરતા તેમાં ડાલાના ભાગે વેસ્ટેજ કંતાનના કોથળાઓની આડમાં વિદેશી દારૂનો માતબર જથ્થો છુપાવીને હેરાફેરી ઝડપી પાડી ટ્રક ચાલક મેરુભાઈ ઉર્ફે રામદેવ ઓઘડભાઈ ખુંટી,રહે. જ્યોતિ નગર, સપના હોટેલની પાછળ, ચોટીલા,મુળરહે, પોરબંદરની ધરપકડ કરાઈ હતી જ્યારે બે અન્યો ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી આરોપીને મુદ્દામાલ સાથે કામરેજ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.

 

પ્રતિનિધિ… રાધાસિંહ… બારડોલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *